Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Power lines on wooden poles in Rameswaram

VIDEO : રામેશ્વરમમાં લાકડાના થાંભલા પર વીજ લાઈનો

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના રામેશ્વરમમાં આવેલા થાન્કાચીમદમ વિસ્તારમાં વીજળી બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં તૂટી પડેલી મુખ્ય વીજ લાઈનોને લોખંડ કે સિમેન્ટના પાકા થાંભલાને બદલે કામચલાઉ લાકડાના થાંભલાઓ પર ટકાવી દેવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વચ્ચે કરાયેલી આ જોખમી વ્યવસ્થાને કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ અને જાનહાનિનો ભય જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક હોવાથી ભેજ અને ભારે પવનના કારણે આ લાકડાના થાંભલા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે અથવા તેમાં કરંટ ઉતરી શકે છે જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે. સ્થાનિક નાગરિકો અને સામાજિક કાર્યકરોએ વીજ વિભાગ સામે તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. તેમણે તંત્રને ચેતવણી આપી છે કે કોઈ નિર્દોષનો જીવ જાય તે પહેલાં આ જોખમી લાકડાના થાંભલા હટાવીને ત્યાં કાયમી અને સુરક્ષિત વીજ થાંભલા ઊભા કરવામાં આવે.

App Store