VIDEO: Morbi / પૂર્વ જિલ્લા પંચાયત નેતા અને ભાજપ અગ્રણીની દાદાગીરી, બે ઉદ્યોગપતિઓ પર કર્યો જીવલેણ હુમલો
મોરબીના રાજકારણમાં અને સામાજિક ક્ષેત્રે 'રાષ્ટ્રભક્ત' તરીકેની ઓળખ ધરાવતા અને ભાજપના અગ્રણી અજય લ

મોરબીના રાજકારણમાં અને સામાજિક ક્ષેત્રે 'રાષ્ટ્રભક્ત' તરીકેની ઓળખ ધરાવતા અને ભાજપના અગ્રણી અજય લોરીયા (પૂર્વ ચેરમેન, સિંચાઈ સમિતિ, જિલ્લા પંચાયત) એ બે ઉદ્યોગપતિઓ પર જીવલેણ હુમલો કરી હત્યાની કોશિશ કરી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પૈસાની ઉઘરાણીના મામલે થયેલા આ હુમલાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાડી છે.
મળતી માહિતી મુજબ, મેટ્રો ગ્રુપના ઉદ્યોગપતિ શેખર આદ્રોજાએ અજય લોરીયાને ઉછીના પૈસા આપ્યા હતા. લાંબા સમયથી આ રકમ પરત માંગવા છતાં અજય લોરીયા વાયદા કરી રહ્યા હતા. ગત રાત્રિએ જ્યારે શેખરભાઈએ ફરીથી પોતાના પૈસા માંગ્યા, ત્યારે અજય લોરીયાએ તેમને વાતચીત કરવા માટે સરદાર બાગ પાસે આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવ્યા હતા.
શેખર આદ્રોજા તેમના મિત્ર જયેશ પાડલીયા સાથે જ્યારે ડેલા પર પહોંચ્યા, ત્યારે અજય લોરીયાએ ઉશ્કેરાઈને પોતાના માણસો સાથે મળી બંને પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં શેખર આદ્રોજા તેમજ તેમના મિત્ર જયેશ પાડલીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મામલે એ ડીવી પોલીસે અજય લોરીયા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




