VIDEO: જેતપુરમાં તંત્રના પાપે ભાદર નદીમાં કેમિકલયુક્ત ફીણના ગોટેગોટા જોવા મળ્યા
બરફીલી ચાદર છવાયેલો આ નજારો પહેલી નજરે લાગે કે કાશ્મીરનો હશે. પરંતુ કાશ્મીરનો નહીં પણ જેતપુરનો છ

બરફીલી ચાદર છવાયેલો આ નજારો પહેલી નજરે લાગે કે કાશ્મીરનો હશે. પરંતુ કાશ્મીરનો નહીં પણ જેતપુરનો છે. જ્યાં ભાદર નદીમાં રમણીય લાગતો આ નજારો ખરેખર મનુષ્યને નુકસાન પહોંચાડતા કેમિકલ પ્રદૂષણનો છે. કેરાળી ગામના ચેક ડેમોમાં કેમિકલથી બનતા ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
આ ડેમનું પાણી પ્રદુષિત થવા પાછળ જેતપુરમાં ચાલતા પ્રોસેસ હાઉસ અને પ્રિન્ટિંગ ઉદ્યોગમાં વપરાતા ભારે કેમિકલને માનવામાં આવે છે. આ ઉદ્યોગ દ્વારા કેમિકલ યુક્ત પાણીને શુદ્ધ કરીને છોડવાનું હોય છે પરંતુ તેઓ તંત્રની રહેમનજર હેઠળ બે રોકટોક નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડી રહ્યા છે.




