VIDEO: અમદાવાદના ચાંદખેડામાં BRTS બસ સોસાયટીમાં ઘુસી ગઈ, કોન્ટ્રાક્ટરને ફટકારાઈ 2 લાખની પેનલ્ટી
અમદાવાદના ચાંદખેડામાં BRTS બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ સોસાયટીમાં ઘુસી ગઈ હતી. ચાંદખેડા વિસ્તારમાં પ્રહલાદ પાર

અમદાવાદના ચાંદખેડામાં BRTS બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ સોસાયટીમાં ઘુસી ગઈ હતી. ચાંદખેડા વિસ્તારમાં પ્રહલાદ પાર્ક સોસાયટીમાં બીઆરટીએસ બસ અનિયંત્રિત થઈને સોસાયટીની દિવાલ તોડી ઘૂસી ગઈ હતી. સવારે આશરે ૮ વાગ્યા આસપાસ ડેપોમાંથી બહાર નીકળતી વખતે બસે સોસાયટી અને બીઆરટીએસ ડેપો વચ્ચેની સામાન્ય દીવાલની પેરાફીટ ઓળંગીને બિલ્ડિંગના પરિસરમાં ઘુસી હતી અને બિલ્ડિંગ સાથે અથડાઈને ભારે નુકસાન કર્યું હતું. ઘટનાથી સોસાયટીના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને બે લાખ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે તેમજ નુકસાનનો સંપૂર્ણ ખર્ચ પણ કોન્ટ્રાક્ટરે જ ભોગવવો પડશે.

