મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં લગ્નના માત્ર બે જ મહિનામાં પરિણીતાએ કર્યો આપઘાત, પોલીસ હાથ ધરી તપાસ

સુરતના સુભાષનગર વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પ્લાસ્ટિકના દાણાના વેપ

સુરતના સુભાષનગર વિસ્તારમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પ્લાસ્ટિકના દાણાના વેપારી પરિવારની પુત્રવધૂએ લગ્નના માત્ર બે જ મહિનામાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. સુભાષનગરના બંગલા નંબર 65માં રહેતી ખ્યાતિ અભિષેક કેજરીવાલે પોતાના બંગલાના ત્રીજા માળે આવેલા બેડરૂમમાં ગળેફાંસો ખાઈને અંતિમ પગલું ભર્યું હતું.

આ ઘટનાની જાણ થતા જ ઉમરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લગ્નના ટૂંકા ગાળામાં જ યુવતીએ આવું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

આ સમાચાર શેર કરો