VIDEO : બોપલ કાર અકસ્માતમાં પોલીસનું પહેલું નિવેદન સામે આવ્યું, જુઓ ACPએ શું કહ્યું
અમદાવાદ શહેરમાં બોપલ-આંબલી રોડ પર નબીરા રીપલ પંચાલે ઓડી કાર પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો છે. આ ઘટના અંગે પોલીસનું

અમદાવાદ શહેરમાં બોપલ-આંબલી રોડ પર નબીરા રીપલ પંચાલે ઓડી કાર પૂરઝડપે ચલાવી અકસ્માત સર્જ્યો છે. આ ઘટના અંગે પોલીસનું પહેલું નિવેદન સામે આવ્યું છે.
ઘટના સ્થળે પહોંચેલા ટ્રાફિક પોલીસ ACP ડી.એસ. પુનડિયાએ કહ્યું કે આરોપીના બ્લડ સેમ્પલ લઈને ટેસ્ટ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. કાર પૂરઝડપે ચલાવી વાહનોને નુકસાન કર્યું છે. આરોપીએ અગાઉ અકસ્માત કરેલા છે તેની તપાસ પણ ચાલુ છે.પ્રાથમિક તપાસમાં કોઈને ઈજા પહોંચી હોય એવું લાગતું નથી.
આરોપી જે કાર ચલાવી રહ્યો હતો એ કાર સાંથલ પાસે આવેલી શેન્કો વાલ પ્રાઇવેટ લિમિટેડના નામે છે. નબીરાએ સર્જેલા અકસ્માત મામલે તેનું લાઇસન્સ રદ્દ કરવા માટે રિપોર્ટ કરાશે.અગાઉ આ કારચાલકે સિગ્નલ ભંગ કર્યો છે જેના ઈમેમો મળેલા છે. ઉપરાંત 16-09-2024ના રોજ રીપલ પંચાલે જીપ કંપાસ ગાડીથી અકસ્માત સર્જ્યો હતો.આ મામલે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી.






