મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બોડેલી: ૧૬મા નાણાપંચની નવી ગાઈડલાઈન સામે સરપંચોનો વિરોધ, ડીડીઓને પાઠવ્યું આવેદનપત્ર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ૧૬મા નાણાપંચની નવી ગાઈડલાઈ

તસવીર: gstv

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ૧૬મા નાણાપંચની નવી ગાઈડલાઈન સામે સરપંચ સંઘ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સરપંચોએ ડીડીઓને આવેદનપત્ર પાઠવી ૧૫મા નાણાપંચની ગાઈડલાઈન યથાવત રાખવા અને ગ્રામ પંચાયતની કામ કરવાની મર્યાદા ૫ લાખથી વધારી ૧૦ લાખ રૂપિયા કરવાની માંગ કરી છે….નવા ઠરાવ મુજબ ૬ લાખથી વધુના કામોની ફરજિયાત જોગવાઈ અને ટેન્ડર પ્રક્રિયાથી વિકાસના કામો લાંબા અને જટિલ બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે…જો નિયમોમાં સુધારો નહીં થાય તો ગામડાઓના નાના કાર્યો સમયસર પૂર્ણ નહીં થાય અને વિકાસની ગતિ અવરોધાશે.

આ સમાચાર શેર કરો