VIDEO: સુરતમાં PMના કોન્વોય વખતે રસ્તો બંધ થતાં બોર્ડની પરીક્ષાર્થી ફસાઈ, આંખોમાં આંસૂ જોઈ દોડી ગઈ પોલીસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યાં હતાં, તે દરમિય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ ખાતેથી સુરત એરપોર્ટ તરફ રવાના થઈ રહ્યાં હતાં, તે દરમિયાન અઠવાગેટ વિસ્તારથી લઈને ડુમસ ચોકડી એરપોર્ટ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે તમામ પ્રકારના વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન જ એક વિદ્યાર્થિની જે ધોરણ 10ના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી હતી, તે સુરત સર્કિટ હાઉસ ચોકડી પાસે અટવાઈ ગઈ હતી. એક તરફ નરેન્દ્ર મોદીનો કાફલો રવાના થવાની તૈયારીમાં હતો, તો બીજી તરફ વિદ્યાર્થિની પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવા માટે અધીરી થઈ હતી. આંખમાં આંસૂ પણ આવી ગયા હતાં. જો કે, પોલીસની નજર પરીક્ષાર્થી પર પડતાં તાત્કાલિક પોલીસના વાહનમાં વિદ્યાર્થિનીને બેસાડીને મોકલી દેવામાં આવી હતી.




