VIDEO: રાજકોટમાં રફતારના રાક્ષસો બેફામ, કાલાવડ રોડ પર BMW કાર ચાલકે 20 વર્ષીય યુવકનો લીધો જીવ

રાજકોટમાં નબીરા કાર ચાલકે અકસ્માત સર્જયો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં બેફામ સ્પીડથી

રાજકોટમાં નબીરા કાર ચાલકે અકસ્માત સર્જયો છે. ઉલ્લેખનીય છે કે  શહેરમાં બેફામ સ્પીડથી વાહનો ચલાવનારાઓને અટકાવવામાં ટ્રાફિક પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે. જેને કારણે આવા વાહનચાલકો છાશવારે અકસ્માતો અને પ્રાણઘાતક અકસ્માતો સર્જે છે.

BMW કાર ચાલકે  ટુ વ્હીલરને અડફેટે લીધું

શહેરના કાલાવડ રોડ પર BMW કાર ચાલકે  ટુ વ્હીલરને અડફેટે લીધું હતું. આ દુર્ઘટનામાં યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે કારની ભયાનક ટક્કરથી ટુ-વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કાર ચાલકની ઓળખ આત્મન પટેલ તરીકે થઈ છે.

જાહેરાત

તો બીજી તરફ બે દિવસ અગાઉ પણ શહેરમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુનિવર્સિટી રોડ પર એચ.પી. પેટ્રોલ પંપની સામે બે દિવસ પહેલા એક્ટિવા પર જતી માતા-પુત્રીને પાછળથી પૂરપાટ વેગે કાર લઇ ધસી આવેલી મહિલાએ હડફેટે લેતાં બંનેને ગંભીર ઇજા થઇ હતી. આ દુર્ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું હતું.

આ સમાચાર શેર કરો

જાહેરાત