મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની ટક્કર

રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં બે મોટા નેતાઓના જૂથવાદને લઈને રાજકારણ ગરમાયું છે. 10 બેઠકો બિનહરી

તસવીર: gstv

રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં બે મોટા નેતાઓના જૂથવાદને લઈને રાજકારણ ગરમાયું છે. 10 બેઠકો બિનહરીફ થયા બાદ બાકી 5 બેઠકો પર ભાજપના જ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. કુલ 21 મતદારોમાંથી 20 મતદારોએ મતદાન કર્યું, જ્યારે ખોખડદળ બેઠકના શૈલેષ પરસાણાએ મતદાન કર્યું નથી. કુવાડવા, માધાપર, ખોખડદળ, ત્રંબા અને હલેન્ડા બેઠક પર સીધી ટક્કર જોવા મળી છે. ભાજપના મેન્ડેટ અને વ્હિપ છતાં બળવાખોર ઉમેદવારો મેદાનમાં હોવાની ચર્ચા છે. ત્રંબા બેઠક પર ટાઈ અને માધાપર બેઠક પર પૃથ્વીસિંહ જાડેજાની હારની ચર્ચા ચાલી રહી છે. 9 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને 10 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

આ સમાચાર શેર કરો