મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઓમ બિરલા લોકસભાના સ્પીકર ચૂંટાયા, ધ્વનિમતથી થયો નિર્ણય

ઓમ બિરલા લોકસભાના સ્પીકર ચૂંટાયા હતા. ધ્વનિમતથી નિર્ણય કરવામાં આવ્યો હતો.ઓમ બિરલા સ્પીકર ચૂંટાય

ઓમ બિરલા લોકસભાના સ્પીકર ચૂંટાયા હતા. ધ્વનિમતથી નિર્ણય કરવામાં આવ્યો હતો.ઓમ બિરલા સ્પીકર ચૂંટાયા બાદ નેતા સદન નરેન્દ્ર મોદી અને વિપક્ષનાનેતા રાહુલ ગાંધી સ્પીકરના આસન સુધી લઇને ગયા હતા. ઓમ બિરલાના આસન સુધી પહોંચવા પર પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબે કહ્યું કે, આ તમારી ખુરશી છે, તમે સંભાળો.

ઓમ બિરલાને PM મોદીએ શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન મોદીએ બીજી વખત સ્પીકર ચૂંટાવા પર ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અમને બધાને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષ તમે અમારૂ માર્ગદર્શન કરશો. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વિનમ્ર અને વ્યવહાર કુશલ વ્યક્તિ સફળ સભ્ય હોય છે. તમને તો મુસ્કાન પણ મળી છે. તમારી આ મીઠી મીઠી મુસ્કાન અમને બધાને પ્રસન્ન કરે છે. બીજી વખત સ્પીકરનો કાર્યભાર મળવો, નવા નવા રેકોર્ડ બનતા જોઇ રહ્યાં છીએ. બલરામ જાખડજી પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સ્પીકરનું દાયિત્ત્વ ફરી મળ્યું હતું. તે બાદ તમે છો જેને આ તક મળી છે. તમે જીતીનમે આવ્યા છો, નવો ઇતિહાસ રચ્યો છે. 

વિશ્વાસ છે અમારો અવાજ ઉઠવા દેશો- રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પીકર ચૂંટાવા પર ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ સરકારનો સાથ સહયોગ કરવા માંગે છે. સરકાર પાસે પોલિટિકલ પાવર વધારે છે પરંતુ વિપક્ષ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. અમને વિશ્વાસ છે કે તમે અમારો અવાજ ઉઠવા દેશો. વિપક્ષનો અવાજ દબાવવો અલોકતાંત્રિક છે. વિપક્ષ તમારી પુરી મદદ કરશે.

અખિલેશ યાદવે પણ ઓમ બિરલાને શુભેચ્છા પાઠવી

અખિલેશ યાદવે ઓમ બિરલાને સ્પીકર ચૂંટાવા પર અભિનંદન આપતા કહ્યું કે નિષ્પક્ષતા એ આ મહાન પદની મોટી જવાબદારી છે. લોકસભા સ્પીકર તરીકે તમે બધાને સમાન તક આપશો. માત્ર વિપક્ષ પર તમારું નિયંત્રણ નથી, સત્તાધારી પક્ષ પર પણ તમારું નિયંત્રણ છે. ગૃહ તમારી સૂચનાઓ પર ચાલવું જોઈએ, તેનાથી વિરુદ્ધ ન થવું જોઈએ. કોઈપણ જનપ્રતિનિધિની હકાલપટ્ટી ન થવી જોઈએ. કોઈપણ જનપ્રતિનિધિનો અવાજ દબાવવો જોઈએ નહીં. તમારી ખુરશી લોકશાહીના મુખ્ય ન્યાયાધીશ જેવી છે.

આ સમાચાર શેર કરો