VIDEO: Ahmedabadના નારણપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર મુશ્કેલીમાં મુકાયા, લાયકાત સામે ઉઠ્યા સવાલ
અમદાવાદના નારણપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ પરમાર મુશ્કેલીમાં મુકાયા છે. GPMC એક્ટની કલમ મુજબ, કો
અમદાવાદના નારણપુરા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ પરમાર મુશ્કેલીમાં મુકાયા છે. GPMC એક્ટની કલમ મુજબ, કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ ધરાવતી વ્યક્તિ ચૂંટણી લડી શકતી નથી, જ્યારે વિનોદભાઈની મંડળીનું સફાઈકામ ચાલુ હોવાના આક્ષેપ સાથે તેમની લાયકાત સામે સવાલો ઉઠ્યા છે. બીજી તરફ, તેઓ સ્ટેડિયમ વોર્ડના રહેવાસી હોવાથી સ્થાનિક કાર્યકરોમાં પણ ભારે રોષ છે. ટિકિટ કપાતા નારાજ પૂર્વ કોર્પોરેટરોએ ખાનગી બેઠકો કરી ભાજપ વિરુદ્ધ રણનીતિ ઘડી હોવાના વીડિયો વાયરલ થયા છે.




