VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો: યુએસની કોર્ટે વ્હાઇટ હાઉસમાં કેટલાક મીડિયા હાઉસ પરનો પ્રતિબંધ હટાવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને મોટો ઝટકો આપતા ફેડરલ કો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને મોટો ઝટકો આપતા ફેડરલ કોર્ટે વ્હાઇટ હાઉસમાં કેટલાક પત્રકારોના મીડિયા કવરેજ પરના પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો છે. ન્યાયાધીશે આ તમામ ન્યૂઝ આઉટલેટ્સના પત્રકારો માટે વ્હાઇટ હાઉસમાં પ્રવેશ પુનઃસ્થાપિત કરવાનો સખત નિર્દેશ આપ્યો છે....ટ્રમ્પે અગાઉ આ મીડિયા સંસ્થાઓ પર ખોટા સમાચારો ફેલાવવાનો આક્ષેપ કરી તેમના પાસ રદ કર્યા હતા. જોકે, ટ્રમ્પ દ્વારા જ નિયુક્ત કરાયેલા યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ટિમ કેલીએ સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે આ કાર્યવાહીમાં યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી....




