મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર / મહુવાના ઓથા ગામમાં દસ દિવસથી પાણીનો પુરવઠો બંધ રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો બંધ રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલ

તસવીર: gstv

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામમાં છેલ્લા દસ દિવસથી પાણીનો પુરવઠો બંધ રહેતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાંથી પસાર થતી દોગી નદી પાસે પાણીની લાઈન ખુલ્લી પડી હોવાથી ગટરનું પાણી ભળી જવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. નવી અને જૂની લાઈનના જોડાણ બાદ સમસ્યા વધુ ગંભીર બની હોવાનું ગ્રામજનો કહે છે. નદીમાં આશરે 300 ફૂટ જેટલી લાઈન ખુલ્લી હાલતમાં હોવાથી ચોમાસામાં લાઈન તૂટી જવાનો અને રોગચાળો ફેલાવાનો ખતરો વધી રહ્યો છે.

આ સમાચાર શેર કરો