મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગર કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા

ભાવનગરની એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈને દુષ્કર્મ આચરવાના ગ

તસવીર: gstv

ભાવનગરની એડિશનલ સેશન્સ કોર્ટે સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈને દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી આસીફખાન મલેકને દોષિત ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા સાથે રોકડ દંડ ફટકાર્યો છે….નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં સુપ્રીમ કોર્ટે ત્રણ માસમાં ટ્રાયલ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. સરકારી વકીલ ગીતાબા પી. જાડેજાની અસરકારક દલીલો, ૧૮ સાક્ષીઓની ગવાહી અને ૪૦ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશ એન.જી. દવેની કોર્ટે આ સજા સંભળાવી છે.

આ સમાચાર શેર કરો