મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરની આંગણવાડીમાં એક્સપાયરી ડેટવાળા કઠોળનું વિતરણ થતાં સગર્ભા માતાઓમાં હોબાળો!

ભાવનગર શહેરના મોતીતળાવ સ્થિત આંગણવાડી નંબર ૫૯ અર્બન ૨ માં એક્

તસવીર: gstv

ભાવનગર શહેરના મોતીતળાવ સ્થિત આંગણવાડી નંબર ૫૯ અર્બન ૨ માં એક્સપાયરી ડેટ પતી ગઈ હોવા છતાં કઠોળનું વિતરણ કરવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને આપવામાં આવતી તુવેરદાળ તેમજ ચણાનો જથ્થો એક્સપાયર્ડ થઈ ગયો હોવા છતાં લાભાર્થીઓને પધરાવી દેવાયો હતો. મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગ હેઠળ ચાલતી આંગણવાડીઓમાં રેશન શોપ મારફતે આ સરકારી ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવે છે. આરોગ્ય સાથે ચેડાં કરતી આ ગંભીર બેદરકારી સામે આવતા જ સ્થાનિક મહિલાઓ અને પરિવારજનોમાં తీవ్ర રોષ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો