VIDEO: ભરૂચની દૂધધારા ડેરીએ ખરીદ ભાવમાં કર્યો વધારો, પશુપાલકોને વધુ આવક થવાની આશા
ભરૂચમાં દૂધધારા ડેરી નિયામક મંડળની બેઠક મળી હતી, જેમાં ઉનાળાને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં વધારો કર
ભરૂચમાં દૂધધારા ડેરી નિયામક મંડળની બેઠક મળી હતી, જેમાં ઉનાળાને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરીને ભાવ 835 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ભેંસના દૂધમાં 15 રૂપિયાનો વધારો કરી કિલો ફેટે 840 રૂપિયા કરાયા છે.
આ નિર્ણયથી ઉનાળામાં પશુપાલકોને વધુ આવક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ ડેરી દ્વારા 500 મિલીનું નવું ટીન પેકિંગમાં ઘી લોન્ચ કરવામાં આવ્યું છે. દૂધધારા ગાયનું ઘી 345 રૂપિયા અને અન્ય ઘી 330 રૂપિયાના ભાવે બજારમાં ઉપલબ્ધ કરાશે. પ્લાસ્ટિક પાઉચને બદલે ટીન પેકિંગ તરફ વળવાથી ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત અને ફ્રેશ ઘી મળશે, અને ભાવવધારા સાથે પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે.


