VIDEO: ભરૂચ ઝઘડિયા વકીલોએ હાઇકોર્ટ પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો આજે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશનના વકીલોએ હાઇકોર્ટના પરિપત્રનો વિરોધ નોંધાવતા કોર

ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશનના વકીલોએ હાઇકોર્ટના પરિપત્રનો વિરોધ નોંધાવતા કોર્ટ કાર્યવાહીમાં ભાગ લીધો નથી. વકીલોએ પરિપત્ર પરત ખેંચવા અથવા તેમાં જરૂરી સુધારા કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ઝઘડિયા જેવા તાલુકા મથકે ટાઇપિંગ, પ્રિન્ટિંગ અને ફાઇલિંગ જેવી માળખાગત સુવિધાઓના અભાવે પરિપત્રનો અમલ મુશ્કેલ છે. વધારાના સમય અને ખર્ચનો બોજ વકીલો તેમજ અસીલો પર આવશે. પરિપત્રમાં સુધારા ન થાય ત્યાં સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે.




