VIDEO: ટ્રમ્પના ભાષણ પર સટ્ટાબાજી, પૂર્વ કર્મચારીને 1.72 લાખ ડોલરનો મોટો દંડ
અમેરિકન રેગ્યુલેટર CFTCએ વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ટેલિપ્રોમ્પ્ટર ઓપરેટર ગેબ્રિયલ પેરેઝ પર કુલ 1.72

અમેરિકન રેગ્યુલેટર CFTCએ વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ટેલિપ્રોમ્પ્ટર ઓપરેટર ગેબ્રિયલ પેરેઝ પર કુલ 1.72 લાખ અમેરિકન ડોલરનો દંડ ફટકાર્યો છે. ગેબ્રિયલ પર ટ્રમ્પના આગામી ભાષણમાં કયા શબ્દો કે દેશોનો ઉલ્લેખ થશે તેની ગોપનીય માહિતીનો ઉપયોગ કરીને કાલશી પ્લેટફોર્મ પર સટ્ટો લગાવવાનો આરોપ છે. ડિસેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન તેણે ટ્રમ્પના ભાષણોને લઈને સટ્ટાબાજી કરી હતી. દંડની રકમમાં આશરે 1.07 લાખ ડોલરનો નફો પરત કરવાનો આદેશ અને 65 હજાર ડોલરની પેનલ્ટી સામેલ છે. સાથે જ ગેબ્રિયલ પર ત્રણ વર્ષ માટે ટ્રેડિંગનો પ્રતિબંધ પણ લગાવવામાં આવ્યો છે.




