Video: બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મતગણતરી પ્રક્રિયા સ્થગિત, ચૂંટણી કમિશનરે ઉમેદવાર વકીલો વિરુદ્ધ કર્યા આક્ષેપ
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાનારી મતગણતરી અચાન
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આજે હાઈકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાનારી મતગણતરી અચાનક અટકાવી દેવામાં આવી છે. ચૂંટણી કમિશનરે ૧૨ ઉમેદવાર વકીલો વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. મતગણતરી દરમિયાન શાંતિ ડહોળાવાની અને તણાવ સર્જાવાની શક્યતા દર્શાવી કમિશનરે રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અગાઉ મતદાન બાદ થયેલા હોબાળાને ધ્યાને રાખી હાલ સમગ્ર ગણતરી પ્રક્રિયા સ્થગિત કરી દેવાતા વકીલ આલમમાં ચર્ચા જાગી છે.




