Video: સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના ઘરે શુકન, આંધ્રપ્રદેશના મહેમાનને આ રીતે અપાયો આવકાર
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં નવા ઘરનું નિર્માણ કર્યુ
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતમાં નવા ઘરનું નિર્માણ કર્યું છે. ત્યારે આ નવા ઘરમાં સી.આર.પાટીલના ઘરે શુકનવંતા મહેમાન આવ્યા હતાં. સી.આર.પાટીલના ઘરે પુંગનૂર ગાયનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. પાટીલના પરિજનોએ ગૌ પૂજા સાથે સ્નેહભર્યો આવકાર કર્યો હતો. આંધ્રપ્રદેશની જાણીતી પુંગનૂર પ્રજાતિની 3 ગાયોનો પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃVideo: પારનેરા મંદિરમાં દીપડાએ મારી લટાર, શ્વાનોમાં મચી અફડાતફડી




