મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગરમાં જમવા જેવી નજીવી બાબતે લુખ્ખા તત્વોનો હુમલો, બચાવમાં આવેલા નિવૃત IAS બન્યા મારામારીનો શિકાર

હજુ અમદાવાદમાં લુખ્ખા તત્વોના પડઘા શમ્યા નથી એવામાં ગાંધીનગરમાંથી ફરી લુખ્ખા તત્વોનો આતંક જોવા મ

હજુ અમદાવાદમાં લુખ્ખા તત્વોના પડઘા શમ્યા નથી એવામાં ગાંધીનગરમાંથી ફરી લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો હતો. પાટનગર ગાંધીનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હતા જેમાં જમવા જેવી નાની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરના વાવોલમાં આ ઘટના બની હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. વાવોલ ગામ ખાતે ભુજ મસ્તાના સોસાયટીમાં બહાર દુકાન પાસે ઈંટ વડે હુમલો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, વાવોલમાં ગઈકાલે મોડી રાત સાંજે બે વ્યક્તિઓ જમવા ગયા હતા, શોપ પર માત્ર પાર્સલ સુવિધા ઉપલબ્ધ હોવાથી જમવાનું નહોતું આપ્યું. જેના કારણે ઉશ્કેરાયેલા ભલી ગોલ, તેના પિતા અને મિત્રોએ દુકાન પર જઈ બોલાચાલી કરી હતી. અવાજ સાંભળીને બચાવવા આવેલા નિવૃત્ત એએસઆઈ પણ અસામાજિક તત્વોનો શિકાર બન્યા હતા. નિવૃત્ત પોલીસકર્મીને માથાના ભાગે ઇજા થઈ હતી.જો કે, પોલીસે સીસીટીવીના આધારે તપાસની શરૂઆત કરી દીધી છે.

આ સમાચાર શેર કરો