VIDEO / 91 વર્ષની ઉંમરે આશા ભોંસલેએ ગાયું વિકી કૌશલનું 'તૌબા-તૌબા' ગીત, પછી કર્યો ડાન્સ
આશા ભોંસલે દિગ્ગજ ગાયિકાઓમાંના એક છે. પોતાની 81 વર્ષની લાંબી કારકિર્દીમાં લગભગ 1600 ગીતોને પોતાનો અવાજ આપનાર આશા ભોંસલેએ

આશા ભોંસલે દિગ્ગજ ગાયિકાઓમાંના એક છે. પોતાની 81 વર્ષની લાંબી કારકિર્દીમાં લગભગ 1600 ગીતોને પોતાનો અવાજ આપનાર આશા ભોંસલેએ તાજેતરમાં જ્યારે સ્ટેજ પર 'તૌબા-તૌબા' ગીત ગાયું ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુપ્રસિદ્ધ ગાયકે માત્ર કરણ ઔજલાનું ગીત જ નથી ગાયું પરંતુ વિકી કૌશલના હૂક સ્ટેપ્સ પણ કર્યા. આશા ભોંસલેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ પણ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી આથિયા શેટ્ટી, વાયરલ થયો અનુષ્કા શર્મા સાથેનો VIDEO
આશા ભોંસલેએ ગઈ કાલે દુબઈમાં એક કોન્સર્ટ કર્યો હતો. આ દરમિયાન તેણે જાણીતા ગાયક કરણ ઔજલાનું ગીત 'તૌબા-તૌબા' ગાયું હતું. તેમના મંત્રમુગ્ધ અવાજ સાથે ગીતમાં ક્લાસિક ટચ ઉમેર્યો હતો. કહેવાની જરૂર નથી કે આશા ભોંસલેના અવાજમાં ગવાયેલું ગીત ‘તૌબા-તૌબા’ દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યું છે અને વર્ષ 2024 પૂરું થાય તે પહેલાની યાદગાર ક્ષણોમાંથી એક બની ગયું છે.
કરણ ઓજલાએ પ્રતિક્રિયા આપી હતી
ત્યાં હાજર લોકોએ આશા ભોંસલેને તેના ગીત પર ખૂબ ચીયર કર્યા હતા. આ ગીતના સિંગર કરણ ઔજલાએ પણ આ ગીત પર પ્રતિક્રિયા આપી છે. કરણે લખ્યું, “સંગીતના દેવી આશા ભોસલેજીએ હમણાં જ તૌબા-તૌબા ગાયું છે. આ એક નાનકડા ગામમાં ઉછરેલા બાળક દ્વારા લખાયેલું ગીત છે. જેની પાસે ન તો કોઈ સંગીતની બેકગ્રાઉન્ડ છે કે ન તો તેને ઇન્સ્ટ્રુમેન્ટનું કોઈ જ્ઞાન છે. આ એક ધૂન એક એવા વ્યક્તિઅ બનાવી છે જે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી વગાડતો.
કરણે 27 વર્ષની ઉંમરે તૌબા-તૌબા લખ્યું હતું
કરણ ઔજલાએ આગળ લખ્યું, “આ ગીતને માત્ર ફેન્સ જ નહીં પરંતુ મ્યુઝિક આર્ટીસ્ટ પાસેથી પણ ઘણો પ્રેમ મળ્યો છે, આ ક્ષણ મારા માટે આઈકોનિક છે અને હું તેને ક્યારેય નહીં ભૂલી શકું. હું ખરેખર ધન્ય અને આભારી છું. આનાથી મને તમને એવા ગીતો આપતા રહેવા અને સાથે મળીને યાદો બનાવવાની પ્રેરણા મળી છે.” કરણે એ પણ જણાવ્યું કે આ ગીત તેણે 27 વર્ષની ઉંમરે લખ્યું હતું અને આશાજીએ તેને 91 વર્ષની ઉંમરે તેમના કરતાં પણ વધુ સારું ગાયું છે.






