VIDEO:સુરતમાં ભારે વરસાદથી શાળામાં પાણી ઘુસ્યા, વિદ્યાર્થીઓના આ રીતે કરાયા રેસ્ક્યુ
સુરતમાં ભાદરવો જાણે ભરપૂર થયો હોય તે રીતે બપોરના સમયે બે કલાકમાં અનરાધારે બ

સુરતમાં ભાદરવો જાણે ભરપૂર થયો હોય તે રીતે બપોરના સમયે બે કલાકમાં અનરાધારે બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતાં. સગરામપુરા વિસ્તારમાં આવેલી સિમ્ગા શાળામાં પાણી ઘુસી ગયા હતાં. જેથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. વરસાદી પાણી ભરાઈ જતા બાળકોનું ફાયરવિભાગ દ્વારા કરાયું રેસ્ક્યું કરાયું હતું. શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને દોરડા બાંધી બહાર કઢાયા હતાં. ડરના માર્યા વાલીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતાં.




