મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વરસાદ ખેંચાતા ઇસરી ગામની મહિલાઓએ માથે પાણીના બેડા લઈ પદયાત્રા કરી

અરવલ્લી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમ

તસવીર: gstv

અરવલ્લી સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં છે..ત્યારે ઈસરી ગામની મહિલાઓએ વરસાદ માટે પાણીના બેડા સાથે પદયાત્રા કરી છે.. મેઘરાજાને મનાવવા માટે ઇસરી ગામની પચાસથી વધુ મહિલાઓ પોતાના માથે પવિત્ર પાણીના બેડા લઈને ચાલતી કંટાળું હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં અત્યંત ભક્તિભાવપૂર્વક હનુમાનજીની મૂર્તિ પર પાણીનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. મહિલાઓએ હનુમાનજી મહારાજને જળ ચડાવીને પંથકમાં જલ્દીથી સારો વરસાદ વરસે અને ધરતીપુત્રોની ચિંતા દૂર થાય તેવી  પ્રાર્થના કરી રિઝવવા પ્રયાસ કર્યો હતો. આ શ્રદ્ધા રૂપી માનતા સમગ્ર પંથકમાં ખૂબ ચર્ચાનો વિષય બની છે.

આ સમાચાર શેર કરો