VIDEO: પુરીમાં રથયાત્રા પૂર્વે ધોધમાર વરસાદ
ઓડિશાના પવિત્ર યાત્રાધામ પુરીમાં આગામી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા પૂર્વે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મહાપ્રભુ

ઓડિશાના પવિત્ર યાત્રાધામ પુરીમાં આગામી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા પૂર્વે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. મહાપ્રભુ જગન્નાથજીના શ્રીમંદિર સહિત સમગ્ર પુરી શહેરમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. મુશળધાર વરસાદ અને ભારે ઉમસ છતાં પણ દેશ-વિદેશથી આવતા લાખો ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. હવામાન વિભાગે આગામી સમય માટે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા સ્થાનિક પ્રશાસન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી પાણીના નિકાલ માટે હાઈ-કેપેસિટી પંપ તૈનાત કરવામાં આવ્યા છે અને ભક્તોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.




