મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શ્રાવણ માસનો પ્રારંભ, શિવ મંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજ્યા

અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવ મંદિરો હરહર મહાદેવ

તસવીર: gstv

અરવલ્લી જિલ્લામાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ શિવ મંદિરો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા અને ભક્તોએ શિવલિંગ પર બીલીપત્ર તથા જળાભિષેક કરી પૂજા-અર્ચના કરી. માઝુમ નદી કિનારે આવેલા પંચમુખી સોમેશ્વર મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. ભક્તોએ મંત્રોચ્ચાર સાથે બીલીપત્ર, ચરણામૃત અને ધતુરાના ફૂલો અર્પણ કરી ભગવાન શિવનો અભિષેક કર્યો હતો. શ્રાવણ માસ દરમિયાન મંદિરે અંદાજે એક લાખ બીલીપત્ર શિવલિંગને અર્પણ કરવામાં આવે છે, જ્યારે અંતિમ દિવસે કમળ પુષ્પથી વિશેષ પૂજા કરવામાં આવે છે. શ્રાવણના પ્રથમ દિવસથી જ મંદિર પરિસરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો