VIDEO: અરવલ્લી: ભિલોડામાં ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસના ધરણા
અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનન

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણી કમિશનની કામગીરી સામે વિરોધ નોંધાવતા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની કામગીરી સામે ભારે વિરોધ દર્શાવી તેમના તુરંત રાજીનામાની માંગ કરી છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ આગેવાનોએ ભિલોડા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને ચીમકી આપી હતી કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આ આંદોલન અને વિરોધ પ્રદર્શન સતત ચાલુ રાખવામાં આવશે.




