મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લી: મોડાસા-માલપુર હાઇવે પર કાર રોડ સાઇડમાં ઊતરી જતાં ચાલકનું નીપજ્યું કરૂણ મોત

અરવલ્લીના મોડાસા-માલપુર હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. સાકરિય

તસવીર: gstv

અરવલ્લીના મોડાસા-માલપુર હાઇવે પર એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. સાકરિયા ગામના ગોરી ટીંબા પાસે કાર ચાલકે અચાનક સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. અનિયંત્રિત થયેલી કાર રોડની સાઇડમાં ઊતરી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.  

આ સમાચાર શેર કરો