VIDEO: રાજકોટમાં અસામાજિક તત્ત્વોનો આતંક, મહિલાના ઘરમાં કરી તોડફોડ
રાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. ચુનારા વાડ ચોક નજીક અસામાજિક તત્ત્વો એક
રાજકોટમાં ફરી એક વખત અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. ચુનારા વાડ ચોક નજીક અસામાજિક તત્ત્વો એક મહિલાના ઘરમાં જઇને તોડફોડ કરી હતી અને ગાળો બોલી હતી. કોઇ કારણોસર માથાકુટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચુનારા વાડ ચોકથી 500 મીટરના અંતરે જ થોરાળા પોલીસ સ્ટેશન આવેલ છે તેમ છતા અસામાજિક તત્ત્વોને જાણે પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.




