VIDEO: ભાવનગર / 'સુખ શાંતિ સોસાયટી'માં 'અશાંતિભર્યો' બનાવ! વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
શહેરની સુખ શાંતિ સોસાયટીમાં એક ઇસમનો છરી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોસાયટીમાં રહેતા રત્નુ દિલીપ

શહેરની સુખ શાંતિ સોસાયટીમાં એક ઇસમનો છરી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોસાયટીમાં રહેતા રત્નુ દિલીપકુમાર જીવાભાઈએ તેમના પડોશી ધમભાઈ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, આરોપી દારૂના નશામાં અવારનવાર ગાળાગાળી કરી માહોલ તંગ બનાવે છે. તાજેતરમાં આરોપીએ ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કરતા પરિવાર ભયભીત બન્યો હતો. ઘટનાની જાણ તાત્કાલિક 112 પર પોલીસને કરવામાં આવી હતી અને હાલ વાયરલ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
