VIDEO: ભાવનગરમાં કથિત નકલી દારૂકાંડમાં વધુ એક યુવકનું મોત
ભાવનગરમાં બનાવટી વિદેશી દારૂના કથિત લઠ્ઠાકાંડ વચ્ચે વધુ એક વ્યક્તિના મોતથી ચકચાર મચી છે. ભાવનગર સિવિલ

ભાવનગરમાં બનાવટી વિદેશી દારૂના કથિત લઠ્ઠાકાંડ વચ્ચે વધુ એક વ્યક્તિના મોતથી ચકચાર મચી છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 35 વર્ષીય જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું સારવાર દરમિયાન શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. જયેશ કાળીયાબીડના ભગવતી સર્કલ નજીક રહેતો હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોને આશંકા છે કે, જયેશના મોતનું કથિત નકલી દારૂકાંડ સાથે કોઈક રીતે જોડાણ હોઈ શકે છે. જોકે, મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. સમગ્ર મામલે પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.




