મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજેન્દ્ર પટેલના પીએ સામે એસીબીની વધુ એક ફરિયાદ

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને જેલમાં રહેલા રાજેન્દ્ર પટેલના પી.એ જયરાજસિંહ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ

તસવીર: gstv

સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર અને જેલમાં રહેલા રાજેન્દ્ર પટેલના પી.એ જયરાજસિંહ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ACB એ રાજેન્દ્ર પટેલના પી.એ સામે આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ નોંધી છે.  નાયબ મામલતદાર જયરાજસિંહ ઝાલાની કુલ સંપત્તિના 53 ટકાથી વધુ મિલકત અપ્રમાણસર હોવાનું સામે આવ્યું...તપાસમાં 1.34 કરોડની મિલકત હોવાનું સામે આવ્યું.ED દ્વારા આગાઉ જયરાજસિંહના લખતર ખાતે આવેલ નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા હતા. EDએ નોંધાયેલ ફરિયાદમાં પણ જયરાજસિંહ સામે ગુનો દાખલ થયેલો છે.

આ સમાચાર શેર કરો