VIDEO: મહારાષ્ટ્રમાં પણ અમદાવાદ જેવો અકસ્માત,દારૂના નશામાં ચાલકે પાંચ લોકો પર ચઢાવી કાર
અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડી કાર ચાલકે રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો
અમદાવાદના બોપલ-આંબલી રોડ પર ઓડી કાર ચાલકે રીપલ પંચાલે નશાની હાલતમાં 5થી 7 વાહનોને અડફેટે લઇને અકસ્માત સર્જ્યો હતો. હવે આવો જ એક અકસ્માત મહારાષ્ટ્રમાં પણ સામે આવ્યો છે. એક દારૂડિયા SUV કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધા હતા. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.
મહારાષ્ટ્રમાં પણ અમદાવાદ જેવો જ અકસ્માત
મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંડા તાલુકામાં અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત એક કાર ડ્રાઇવરે પાંચ લોકોને અડફેટે લેતા એક વ્યક્તિનું આ ઘટનામાં મોત થયું છે. SUV કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લેતો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં પાંચથી છ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમાંથી એક વ્યક્તિને તબીબે મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો: બોપલમાં કાર અકસ્માત સર્જનાર રિપલ પંચાલને માત્ર 24 કલાકમાં મળી ગયા જામીન
અકસ્માત સર્જ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કાર ચાલકની અટકાયત કરી અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.






