VIDEO : ઉનાળાની શરૂઆત થતાં AMC સંચાલિત સ્વિમિંગ પૂલમાં ધસારો

અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ મહાપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં ધસારો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાની સર

અમદાવાદમાં ઉનાળાની શરૂઆત સાથે જ મહાપાલિકા સંચાલિત સ્વિમિંગ પૂલમાં ધસારો જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલમાં સભ્યોની સંખ્યામાં સ્વિમિંગ પુલના સભ્યમાં મોટો વધારો નોંધાયો છે માર્ચમાં સભ્ય સંખ્યા 3 હજાર 232  હતી. જે વધીને એપ્રિલ મહિનામાં છ હજાર 771 થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા હાલ શહેરમાં કુલ 21 સ્વિમિંગ પૂલનું સંચાલન કરે છે. અસારવા ખાતે આવેલો સ્વિમિંગ પૂલ હાલ રિનોવેશનની કામગીરીને કારણે સભ્યો માટે બંધ રાખવામાં આવ્યો છે.: સભ્યોની સંખ્યામાં થયેલા તોતિંગ વધારાને પહોંચી વળવા માટે કોર્પોરેશન દ્વારા વધારાની બે બેચ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.  અને તે માટે સ્ટાફની પણ નિયુક્તકરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત