VIDEO: AMC દ્વારા સ્માર્ટ રોડ મેઈન્ટેનન્સ માટે AI ટેકનિકનો પ્રારંભ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓગસ્ટના અંતથી રસ્તાઓના રિપેરિંગ અને મેઈન્ટેનન્સ માટે આર્ટિફિશિયલ ઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓગસ્ટના અંતથી રસ્તાઓના રિપેરિંગ અને મેઈન્ટેનન્સ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. હવે નાગરિકો CCRS સિસ્ટમ, AMC Seva App અથવા WhatsApp દ્વારા ખાડા અને ભૂવાની ફરિયાદ માત્ર ફોટો અપલોડ કરીને નોંધી શકશે. ફોટો અપલોડ થતા જ જીપીએસ દ્વારા લોકેશન ઓટોમેટીક ટ્રેક થઈ જશે અને સંબંધિત અધિકારીને ફરિયાદ ટ્રાન્સફર થઈ જશે. આ સ્માર્ટ સિસ્ટમ દ્વારા નાગરિકોને વોટ્સએપ પર ટોકન નંબર અને કામ પૂર્ણ થયા બાદ 'બિફોર એન્ડ આફ્ટર' ફોટો પણ મોકલવામાં આવશે, જેનાથી ફરિયાદોનું સમયસર અને પારદર્શક નિવારણ સુનિશ્ચિત થશે. ટેલિફોન દ્વારા થતી ફરિયાદોમાં ગૂગલ ઈન્ટિગ્રેશન અને GIS મેપિંગથી લોકેશન શોધીને ફાળવણી કરાશે, જ્યારે AI ક્લસ્ટરિંગ દ્વારા ડુપ્લિકેટ ફરિયાદો ઘટાડી શકાશે.




