VIDEO: Surendranagar / વોર્ડ નં-8 ની મતગણતરીમાં ગેરરીતિના આક્ષેપ; રિકાઉન્ટિંગની માંગણી સાથે કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યા કોર્ટ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બાદ હવે મામલો ગરમાયો છે. વોર્ડ નંબર 8ના કો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બાદ હવે મામલો ગરમાયો છે. વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર અમિત દુલેરા માત્ર 3 મતે હારી જતાં મતગણતરીમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. ઉમેદવારે બેલેટ પેપરની ગણતરીમાં છબરડા થયા હોવાની લેખિત રજૂઆત ચૂંટણી અધિકારીને કરી હતી, પરંતુ રિકાઉન્ટિંગની માંગ ન સ્વીકારાતા મામલો હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. ચૂંટણી અધિકારીઓએ રજૂઆત ન સાંભળતા ઉમેદવારે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આક્ષેપ છે કે ગણતરી દરમિયાન જાણીજોઈને ગેરરીતિ કરવામાં આવી છે. હવે કોર્ટના હસ્તક્ષેપ બાદ જ નક્કી થશે કે સુરેન્દ્રનગરમાં ફરીથી મતોની ગણતરી થશે કે કેમ. આ કાનૂની જંગે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે.
