મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આઉટસોર્સ કર્મચારીઓના ‘લીવ ઓન કેશ’ મામલે આક્ષેપ

વડોદરા જિલ્લા પંચાયત ખાતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના ‘લીવ ઓન કેશ&rs

તસવીર: gstv

વડોદરા જિલ્લા પંચાયત ખાતે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આઉટસોર્સ કર્મચારીઓના ‘લીવ ઓન કેશ’ના નાણાંને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સંગઠને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સંગઠનના જણાવ્યા મુજબ નવેમ્બર 2023થી આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા વર્ગ-3 અને વર્ગ-4ના આઉટસોર્સ કર્મચારીઓના ‘લીવ ઓન કેશ’ના નાણાં એસ્ક્રો એકાઉન્ટ મારફતે સીધા કર્મચારીઓના ખાતામાં જમા થવાના હતા. જોકે, આ નાણાંની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે સંગઠને સમગ્ર મામલે તપાસની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો