VIDEO: રામબનના બગલીહાર ડેમના તમામ દરવાજા તાત્કાલિક બંધ કરાયા; પૂરના ખતરાને જોતા તંત્રનો મોટો નિર્ણય

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલ બગલીહાર ડેમના તમામ દરવાજા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આવેલ બગલીહાર ડેમના તમામ દરવાજા તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલ પાણીના સ્તર અને હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ડેમના દરવાજા બંધ થતાં નીચેના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ઘટાડાયો છે, જેનાથી સંભવિત પૂરનો ખતરો ટળ્યો છે. સ્થાનિક પ્રશાસન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત