Video: રાજકોટમાં 7મી ડિસેમ્બરે એર શોનું આયોજન, રિહર્સલ દરમિયાન કરતબો નિહાળી નગરજનો થયા મંત્રમુગ્ધ
રાજકોટમાં આગામી તારીખ ૭ ડિસેમ્બરે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટી
રાજકોટમાં આગામી તારીખ ૭ ડિસેમ્બરે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શોનું આયોજન કરાયું છે. ટીમ દ્વારા અટલ સરોવર ખાતે રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નગરજનોને આકાશમાં ફાઈટર જેટના કરતબો નીહાળીને મંત્રમુગ્ધ થઇ ગયા હતા.
સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શોનું આયોજન
રાજકોટમાં આગામી ૭ ડિસેમ્બરે અટલ સરોવર પાસે ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શોનું આયોજન કરાયું છે. ટીમ દ્વારા અટલ સરોવર ખાતે રિહર્સલ કરવામાં આવ્યું છે. આ અદભૂત કાર્યક્રમમાં ફાઈટર જેટના આકાશી કરતબો જોવા મળશે. વાયુ સેનાની સૂર્યકિરણ ટીમે રિહર્સલ દરમિયાન નગરજનોને આકાશમાં કરતબો બતાવીને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોની ઉમટી પડશે.
જાહેરાત







