મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પદભાર સંભાળતા જ અમદાવાદના નવા પદાધિકારીઓ એક્શન મોડમાં

અમદાવાદમાં પદભાર સંભાળ્યા બાદ નવા પદાધિકારીઓએ સક્રિયતા દાખવી સૌથી પહેલા વિકાસલક્ષી

અમદાવાદમાં પદભાર સંભાળ્યા બાદ નવા પદાધિકારીઓએ સક્રિયતા દાખવી સૌથી પહેલા વિકાસલક્ષી કાર્યોની મુલાકાત લીધી હતી. મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સંયુક્ત રીતે વસ્ત્રાલ ખાતે ચાલી રહેલી ખારીકટ કેનાલની કામગીરીની પ્રત્યક્ષ સમીક્ષા કરી હતી. શહેરના વિકાસને વેગ આપવા અને જનસુખાકારીના પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય તે હેતુથી પદાધિકારીઓએ સ્થળ પર પહોંચીને જરૂરી સૂચનાઓ આપી હતી. ખારીકટ કેનાલની સમીક્ષા દરમિયાન નવ નિયુક્ત મેયર હિતેશ બારોટે જણાવ્યુ કે, અમદાવાદ શહેરમાં નાગરિકો માટે સતત કામ કરતા રહીશું. જેથી આજથી જ કામ ઝડપથી શરૂ કરી દીધુ છે. કામગીરી ઝડપથી થાય તે માટે પ્રયત્ન કરીશું. 

આ સમાચાર શેર કરો