મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ રથયાત્રા: આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની નજર ઉતારી ત્રણેય દેવતાઓને ગર્ભગૃહમાં પુનઃ બિરાજમાન કરાશે

અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત

તસવીર: gstv

અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ આજે મંદિરની પ્રક્ષાલન વિધિ અને વિશેષ સાફ-સફાઈ કરવામાં આવી છે. પરંપરા મુજબ નગરચર્યા પૂર્ણ કરીને ભગવાન જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીએ આખી રાત રથમાં વિતાવી હતી. આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે. ત્યારબાદ ત્રણેય દેવતાઓને ભવ્ય રીતે મંદિરના ગર્ભગૃહમાં લઈ જઈ સિંહાસન પર પુનઃ બિરાજમાન કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના જયઘોષ સાથે ભક્તિમય બની ગયું છે.

આ સમાચાર શેર કરો