મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ રેલવે મંડળનું ફૂડ વિજિલન્સ ઓપરેશન: ખરાબ ખાવા બદલ 40 લાખનો દંડ

અમદાવાદ રેલવે મંડળમાં યાત્રીઓને સુરક્ષિત ભોજન આપવાના હેતુથી DRM વેદ

તસવીર: gstv

અમદાવાદ રેલવે મંડળમાં યાત્રીઓને સુરક્ષિત ભોજન આપવાના હેતુથી DRM વેદ પ્રકાશની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ ફૂડ વિજિલન્સ ટીમે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. ટીમે અમદાવાદ, ગાંધીધામ,  મહેસાણા, પાલનપુર અને વિરમગામ સહિત 15 સ્થળોના બેઝ કિચન તેમજ કેટરિંગ યુનિટ્સમાં ઓચિંતું ચેકિંગ કર્યું હતું. આ તપાસ દરમિયાન સડેલી શાકભાજી, એક્સપાયર થયેલી ખાદ્ય સામગ્રી, ગંદકી અને રેકોર્ડની જાળવણીમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના ધોરણોના ભંગ બદલ   કુલ 40 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે, જ્યારે ગંભીર ખામીઓ મળતા અમદાવાદના એક બેઝ કિચનને સ્થળ પર જ બંધ કરાવાયું છે. રેલવે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે યાત્રીઓની સુરક્ષા પ્રાથમિકતા છે અને આગામી સમયમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે.

આ સમાચાર શેર કરો