Ahmedabad Plane Crash: Gstvની ટીમે વૃદ્ધાની સાથે કરી ખાસ વાતચીત, વૃદ્ધ મહિલાના પૌત્રનું થયું છે મોત
અમદાવાદ શહેર અને સમગ્ર દેશ માટે ગત રોજ 12મી જૂન ગુરુવાર બપોરનો 1.40 વાગ્ય
અમદાવાદ શહેર અને સમગ્ર દેશ માટે ગત રોજ 12મી જૂન ગુરુવાર બપોરનો 1.40 વાગ્યાનો સમય ગોઝારો સાબિત થયો હતો. અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઈન્ડિયાનું વિમાન ટેક ઑફની માત્ર ગણતરીની મિનિટોમાં હવામાં અગનગોળો બનીને સીધું બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં આવેલ મેસમાં આ પ્લેન ક્રેશ થયું હતું. સાથે પ્લેનમાં સવાર પાયલોટ, ક્રૂ મેમ્બર્સ સહિત 241 પ્રવાસીઓ આ દુર્ઘટનામાં હોમાઈ ગયા હતા.
GSTVની ટીમે ઘટનાસ્થળ પર રીપોર્ટીંગ કર્યું
આ દુર્ઘટના બાદ GSTVની ટીમે ઘટનાસ્થળ પર રીપોર્ટીંગ કર્યું હતું. ફાયરની ટીમ, રેપીડએક્શન ફોર્સ, પોલીસની ટીમ, આર્મીની ટીમ પણ સતત કાર્યરત છે. GSTVની ટીમે પીડિત વૃદ્ધા સાથે વાત કરી હતી, જેમાં વૃદ્ધાના પૌત્રનું આ દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. વૃદ્ધાના પૌત્ર પર દુર્ઘટનાગ્રસ્ત વિમાનનો કાટમાળ પડ્યો હતો.
જાહેરાત






