મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ અગનભઠ્ઠીમાં ફેરવાયું, તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનો અકળાયા

અમદાવાદ શહેરમાં આભમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આજના દિવસે અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ

અમદાવાદ શહેરમાં આભમાંથી અગનગોળા વરસી રહ્યા છે. આજના દિવસે અમદાવાદનું તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં અમદાવાદીઓ આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે. બપોરના સમયે ફૂંકાતા ગરમ પવનોને કારણે રસ્તાઓ પર કરફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે હવે લોકો કુદરતી પીણાં તરફ વળ્યા છે. શરીરની ગરમી શાંત કરવા માટે શેરડીનો રસ, લીંબુ શરબત અને વરિયાળીના શરબતની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે.

આ સમાચાર શેર કરો