VIDEO: વરસાદ બાદ કચ્છનું વિખ્યાત સફેદ રણ બેટમાં ફેરવાતા સમુદ્ર જેવો અદભુત નજારો સર્જાયો
કચ્છનું વિશ્વવિખ્યાત સફેદ રણ વરસાદ બાદ અનોખા દ્ર

કચ્છનું વિશ્વવિખ્યાત સફેદ રણ વરસાદ બાદ અનોખા દ્રશ્યમાં ફેરવાઈ ગયું છે. રણના વિશાળ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સફેદ રણમાં જાણે સમુદ્ર જેવો નજારો સર્જાયો હોય તેવી કુદરતી સુંદરતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે અહીં દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે અને દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લે છે. વરસાદ બાદ સફેદ રણનું આ રૂપ પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ખારા રણ અને પાણીના સંગમથી સર્જાયેલું આ દ્રશ્ય સ્થાનિકો તેમજ મુલાકાતીઓ માટે કુદરતની અનોખી ભેટ સમાન બની ગયું છે.




