મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:તણખાં ઝર્યા બાદ ધડાકાભેર GEBના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આસપાસમાં મચી અફરાતફરી

સુરતમાં ભર ચોમાસે પણ આગના બનાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આગનો બનાવ સા

સુરતમાં ભર ચોમાસે પણ આગના બનાવો અટકવાનું નામ લઈ રહ્યા નથી. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. લિંબાયતની ઈચ્છાબા સોસાયટી અમાન સ્કૂલ સામે GEB ટ્રાન્સફાર્મરની પેટીમાં આગ લાગી ગઈ હતી. રાત્રિના સમયે ટ્રાન્સફોર્મરમાં તણખાં ઝરવા લાગ્યા હતાં. જેથી ડરના માર્યા સ્થાનિકો દ્વારા વીડિયો ઉતરાવામાં આવ્યો હતો. ત્યારબાદ ધડાકા સાથે ટ્રાન્સફોર્મરની પેટીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે GEBના કર્મચારીને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. બાદમાં સમગ્ર વિસ્તારની લાઇટ બંધ કરી દીધી હતી. ત્યારબાદ ટ્રાન્સફોર્મર ચેન્જ કરવાની કાર્યાવાહી હાથ ધરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો