VIDEO: ગોધરામાં મતદાન માટે પ્રેરિત કરવા તંત્રનો પ્રયાસ, રસ્તા પર બનાવાયેલું પેઇન્ટિંગ આકર્ષણનું કેન્દ્ર
ગોધરાના ચર્ચ સર્કલ ખાતે લોકોને મતદાન માટે પ્રેરિત કરતું એક વિશાળ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યુ
ગોધરાના ચર્ચ સર્કલ ખાતે લોકોને મતદાન માટે પ્રેરિત કરતું એક વિશાળ પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ આકર્ષક કૃતિ બનાવવામાં આવી છે. નિવૃત્ત અને કાર્યરત ડ્રોઈંગ શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલું આ પેઇન્ટિંગ હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કલાત્મક પહેલ દ્વારા નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સક્રિય ફાળો આપવા અપીલ કરવામાં આવી છે.


