મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અભિનેતા મિથુન ચક્રવર્તીના પર્સની ચોરી, ભાજપ નેતાએ મંચ પરથી પર્સ પરત કરવા કરી અપીલ

ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અભિનેતા મિથુન ચક્રવર્તીનું પર્સ કોઈએ ખિસ્સામાંથી કાઢી લીધું હતું. જે બાદ ભાજ

ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અભિનેતા મિથુન ચક્રવર્તીનું પર્સ કોઈએ ખિસ્સામાંથી કાઢી લીધું હતું. જે બાદ ભાજપના નેતાઓ સતત મંચ પરથી પર્સ પરત કરવાની અપીલ કરી રહ્યા હતા. જો કે અપીલ બાદ પણ પર્સ પાછું મળ્યું નહતું. 

ચક્રવર્તીએ ઝારખંડના નિરસા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર અપર્ણા સેન ગુપ્તાને સમર્થન આપવા માટે એક વિશાળ રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. ચક્રવર્તીની એક ઝલક મેળવવા માટે હજારો લોકો સ્થળ પર એકઠા થયા હતા, અને તેના કારણે સ્થળ પર મોટી અરાજકતા અને ગેરવ્યવસ્થા થઈ હતી.

મિથુન ચક્રવર્તીને Y-પ્લસ સુરક્ષા આપવામાં આવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને મંગળવારે વાય-પ્લસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF) એ અભિનેતામાંથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તીને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળ્યા બાદ તેની સુરક્ષા વધારી દીધી છે.

આ સમાચાર શેર કરો