VIDEO: ધ્યાન ભટકાવીને ગઠિયાએ ATM કાર્ડ બદલ્યું, દંપતીનાં એકાઉન્ટમાંથી રૂપિયા ખાલી ખમ
ભાવનગરમાં ધ્યાન ભટકાવી એટીએમ કાર્ડ બદલી લેવાની ઘટના સામે આવી છે.શહેરના મીરાનગરમાં રહેતા કેતનભાઈ નાગજીભાઈ ચ
ભાવનગરમાં ધ્યાન ભટકાવી એટીએમ કાર્ડ બદલી લેવાની ઘટના સામે આવી છે.શહેરના મીરાનગરમાં રહેતા કેતનભાઈ નાગજીભાઈ ચૌહાણ તેમનો દીકરો અને પત્ની એટીએમથી પૈસા ઉપાડવા ગયા હતા. તે સમયે અંદર બીજા 2 અજાણ્યા શખ્સ આવીને બાળક સાથે મસ્તી કરતા ધ્યાન ફેરવી ATM કાર્ડ કાઢી બીજું નકામું ATM મૂકી દીધું હતું. બાદમાં ગઠિયાઓ ત્યાંથી બીજા ATM માં જઈ 33 હજાર 500ની રકમ ઉપાડી ફરાર થઈ ગયા.સમગ્ર મામલે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.




